Skip to main content

જીવનમાં હાસ્યનું મહત્વ...

  હાસ્ય એ માણસના વ્યક્તિત્વને નીખારે છે.આકર્ષક અને ઉમદા બનાવે છે. હાસ્ય જીવનમાં અત્યંત જરૂરી છે. સુખ દુઃખ એ જીવનનો એક ભાગ છે. સુખમાં મનુષ્ય હાસ્યની છોડો ઉડાવે છે જ્યારે દુઃખમાં રડમસ ચહેરે બેસી રહે છે. પરંતુ આ બંને પરિસ્થિતિમાં જે હાસ્યને છોડતો નથી એ જ ખરી જિંદગીની મજા માણે છે. હાસ્ય જીવન જીવવાની શક્તિને રસાળ બનાવે છે. છોકરા છોકરીનું એક જ સ્મિત ઘણીવાર પ્રેમનું કારણ બની જતું હોય છે. જીવનની દરેક પરિસ્થિતિમાં હાસ્ય સાથે જીવનાર માણસ ગમે તેવા સંઘર્ષને પણ પાર પાડી શકે છે. મનુષ્ય આજના ભૌતિક સુખ સગવડ પાછળ એટલો બધો ઘેલો બન્યો છે કે, હસવાનું જ જાણે ભૂલી ગયો છે. પરિણામે ના છૂટકે હાસ્ય યોગા ક્લાસીસમાં ડોક્ટરની સલાહથી જવાનું ચાલુ કરે છે. હસવું એ કુદરતનું વરદાન છે એના માટે ક્લાસીસની જરૂર નથી.જે માણસ પોતાની નિષ્ફળતા પર હસી શકે છે તે જ ખરો દરિયા દિલ માણસ છે. 
       
         
          ગુસ્સાવાળો ચહેરો લઈને ફરનાર વ્યક્તિ ક્યારેય આકર્ષક લાગતો નથી. અતિક્રોધ એ મનુષ્યના આયુષ્ય ને ઓછું કરનાર છે. કોઈપણ સંજોગોમાં મનને શાંત રાખીને ગુસ્સો ન કરવો એ જ સાચી સમજદારી છે. ગુસ્સો કરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિઓમાં આ પ્રિય થઈ પડતો હોય છે. વાતે વાતે ગુસ્સે થઈ જતો વ્યક્તિ ક્યારેક પોતાના જ કુટુંબીજનોની નજરો માંથી ઉતરી જતો હોય છે. ગુસ્સો કરનાર વ્યક્તિને હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગ ફ્રીમાં મળતો હોય છે. બહેતર છે કે 84 લાખના ચક્કર પછી મળેલો માનવ અવતાર હસી ખુશીમાં વિતાવ્યો જાય.પછી જુઓ ફરક પડે છે તમારા જીવનમાં...? 



Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.