Skip to main content

Posts

Showing posts from August, 2023

સો વર્ષ (hundred year) જીવવાનો ગુરુ મંત્ર

 મિત્રો,તમે ક્યાંક વાચ્યું હશે,સાંભળ્યું હશે કે,પ્રાચીન સમયમાં આપણા ઋષિ-મુનિઓ ખૂબ લાબું જીવન જીવતાં.સો,દોઢસો વર્ષ જીવવું એમનાં માટે રમત વાત હતી.અને આજનાં સમયમાં લાખોમાં એક વ્યક્તિ શતાયું થાય છે ત્યારે છાપામાં તે સમાચાર બનીને ચમકી જાય છે. કહેવાય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે.પરંતુ જીવન મળ્યા પછી એને વ્યવસ્થિત રીતે જીવીને દીર્ઘાયુ ભોગવવું એ આપણા હાથમાં છે. કોઈપણ માણસ ધારે  તો શતાયું થઈ શકે છે. પરંતુ તેના માટે દ્રઢ આત્મવિશ્વાસની સાથે સાથે રોજિંદા જીવનમાં બદલાવ લાવવો પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે. તો ચાલો જોઈએ શતાયું થવાના કેટલાક નૈસર્ગિક ઉપાયો વિશે. 1.લાબું જીવવાં માટેની જીજીવિષા કેળવો. "જીજીવિષા"એટલે જીવન જીવવાની ઈચ્છા. સ્વસ્થ અને નીરોગી રહીને લાંબું જીવન જીવવું છે એવો મનમાં દ્રઢ નિશ્ચય કરો અને એના માટેના પ્રયત્નો આદરો. 2. સંતુલિત આહાર. ઘડપણને જલદી લાવવામાં આહાર મુખ્ય ભાગ ભજવે છે જો તમારો આહાર સંતુલિત નહીં હોય તો ઘડપણ જલ્દી આવશે. સંતુલિત આહાર એટલે જેમાંથી શરીરને બધાં પ્રકારના પ્રોટીન્સ, કેલ્શિયમ,ચરબી, વિટામિન્સ,આર્યન,ફોસ્ફરસ વગેરે તમામ તત્વ મળે તે સંતુલિત આહાર...

યોગ મુદ્રાઓ અને શરીર સ્વાસ્થ્ય

યોગ અને પ્રાણાયામની જેમ વિવિધ યોગ મુદ્રાઓ પણ શરીર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.આપણી યોગ પરંપરામાં ધ્યાન મુદ્રા,સૂર્ય મુદ્રા, વાયુ મુદ્રા, વરુણ મુદ્રા, પૃથ્વી મુદ્રા,શિવલિંગ મુદ્રા જેવી મુદ્રાઓ પ્રચલિત છે.જેને યોગ-પ્રાણાયામ કરતી વખતે નિયમ અનુસાર કરવાથી શારીરિક સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને માણસને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.તો આવો આવી યોગ મુદ્રાઓ કઈ રીતે કરી શકાય અને તેના લાભો કયા છે તેના વિશે જાણીએ.  1.ધ્યાન મુદ્રા:- dhyan mudra અંગુઠાને તર્જની (અંગૂઠાની બાજુની આંગળી) અડાડો. દબાણ આપવાની જરૂર નથી. આમ કરવાથી મગજ શક્તિ વધે છે અને અનિંદ્રા તાણ દૂર થાય છે.  2. વાયુ મુદ્રા:- vayu mudra તર્જનીને વાળીને અંગૂઠા ના મૂળમાં શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અંગૂઠાથી તેને દબાવી રાખો. આમ કરવાથી સંધિવા,પક્ષઘાત,ગઠિયો વા,કંપવા અને રક્ત પરિભ્રમણ માં રહેલી ખામી દૂર થાય છે વધારે સારા પરિણામ માટે આ મુદ્રા કર્યા પછી પ્રાણ મુદ્રા પણ કરવી. 3. શૂન્ય મુદ્રા:- shunya mudra મધ્યમાં (વચલી મોટી આંગળી) વાળીને શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા...

સ્વાસ્થ્ય વર્ધક ફળ કેરી

 કહેવાય છે કે,વિશ્વમાં કેરીની સાત હજાર કરતાં પણ વધારે જાતો છે.એમાંથી એકલાં ભારતમાં પાંચ હજાર જાતની કેરીઓ થાય છે.ભારત કેરીઓનો જન્મદાતા દેશ છે. મહાભારતમાં પણ કેરીનો ઉલ્લેખ મળે છે.કેરીની ખુબ જ જાણીતી વેરાયટીઓમાં રાજાપુરી,તોતાપુરી, દશેરી, કેસર,હાફૂસ, લંગડો, નિલમ,બદામ વગેરેનો સમાવેશ થાય છે.ભારતમાં દેશી કેરીની તો અઢળક જાતો છે.             જુનાગઢની કેસર કેરી રસ માટે જાણીતી છે.વલસાડની હાફૂસ વખણાય છે.રાજાપુરી અથાણાં માટે જાણીતી છે. તોતાપુરી કચુંબર માટે પ્રખ્યાત છે.          આયુર્વેદની દ્રષ્ટિએ પણ પાકી કેરીનું ખૂબ જ મહત્વ છે.પાકી અને મીઠ્ઠી કેરી લોહી શુદ્ધ કરનાર છે.કેરીમાં વિટામિન "A"ભરપૂર માત્રામાં રહેલું હોય આંખોના રોગોમાં ફાયદાકારક છે.કાચી લીલી કેરીની ચટણી ગરમીમાં લુ થી બચાવે છે.        પકવેલી કેરી કરતાં સાખ રૂપે પાકીને જાતે પડેલી કેરી અતિ ગુણકારી માનવામાં આવે છે.કાપેલી કેરી કરતાં ગોળીને ચુસેલી કેરી ગુણની દ્રષ્ટિએ ઉત્તમ છે.કેરીનો રસ હંમેશા સુંઠ, જીરું અને ઘી નાંખીને ખાવો જોઈએ, જેથી પચવામ...

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

Depression thi bachavana upayo# ડિપ્રેશનથી બચવાનાં ઉપાયો

   આજકાલ દોડધામ ભરી વ્યસ્ત જિંદગીમાં લોકો ઝડપથી ડિપ્રેશનનો શિકાર બનતાં જાય છે.ડિપ્રેશન એ માણસે જાતે જ ઊભી કરેલી સમસ્યા છે.વધુ પડતું કામ, વધુ પડતી જવાબદારી, થાક, બેચેની, અસંતોષ, ઈર્ષા, અનિયમત જીવનશૈૈલી જેવાં અનેક કારણોને લીધે માણસ ટ્રેસ (તાણ) નો અનુભવ કરે છે.અને એ ટ્રેસ કે તાણ લાબાં ગાળે ડિપ્રેશનમાં ફેરવાઇ જાય છે.જેને પરિણામે વ્યક્તિ હતાશા કે લઘુતાગ્રંથી અનુભવે છે. ડિપ્રેશનથી બચવા સ્વસ્થ જીવન શૈલી અપનાવવી ખુબ જ જરૂરી છે.આ રહ્યાં ડિપ્રેશનથી બચવાના કેટલાંક મહત્વનાં પ્રાકૃતિક ઉપાયો.  (1) નકારાત્મક વિચારોથી દૂર રહો.  (2) જવાબદારીથી ભાગવાને બદલે જવાબદારી સ્વીકારતા શીખો.  (3) સમય સાથે કદમ મેળવીને ચાલો. (4) કરવાનાં કામોની યાદી બનાવો અને સમયસર કાર્ય પૂરું કરવાનો પ્રયત્ન કરો.  (5) કોઈપણ ધંધા કે બીઝનેસમાં પૈસાનું આંધળુ રોકાણ ન કરો.  (6) વધુ પડતું દેવું-કરજ ના કરો.  (7) બચતનું વ્યવસ્થિત આયોજન કરો.  (8) પ્રામાણિક અને નિષ્ઠાવાન બનો. (9) ભૂતકાળને ભૂલો.વર્તમાનમાં જીવો. (10) સારી ઊંઘ લો.ઓછામાં ઓછું આઠ કલાક ઘસઘસાટ ઊંઘો.  (11) સાત્વિક ભોજન અને યોગ્ય ડાયટ પ...

Healthy lifestyle # હેલ્ધી લાઈફ સ્ટાઈલ

   મિત્રો,શું તમે નિરોગી અને સ્વસ્થ રહીને જીવનનો આનંદ માણવા માંગો છો..? જો હા..! તો આ રહી કેટલીક ટીપ્સ જેને રોજિંદા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરો.  (1) સવારે વહેલાં ઊઠો.પથારીમાં થોડીવાર રીલેક્સ થઈને બેસો.હાથની હથેળી અને પગનાં તળિયાનાં પોઈન્ટને હાથનાં અંગૂઠા વડે (એક્યુપ્રેશર આપો) દબાવો. (2) એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં લીબુંનો રસ સમપ્રમાણ મેળવી સવારે પીવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.  (3) સવારે અડધો કલાક ચાલો. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો.હળવી કસરત,યોગ-પ્રાણાયામ વગેરે કરો.  (4) કસરત, યોગ-પ્રાણાયામ કર્યા પછી અડધા-પોણા કલાક પછી હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરો.  (5) સ્નાનાદિ કાર્ય પતાવીને,સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી દશ મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરો. (6) એક કપ હર્બલ ટી આરામથી પીઓ.સાથે સાત્વિક નાસ્તો કરો.  (7) સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન લો.ફાસ્ટફૂડ ઓછું અથવા બની શકે તો તેને કાયમી તિલાંજલિ આપો. (8) નિયમિત અને સમયસર દરેક કાર્યને પૂર્ણ કરતાં શીખો. (9) હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો.ભ્રષ્ટાચારથી દૂર રહો...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે. 

Tulsi plant/તુલસી પ્લાન્ટ...

  પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ તેનાં ઔષધીય ગુણો પણ અનેક છે.શરદી,ખાંસી,તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી લાભદાયી સાબિત થાય છે.આયુર્વેદ પ્રમાણે સવારે ઊઠીને તુલસીના પાન ચાવીને હુંફાળુ પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તુલસીના પાન ચામાં નાખીને પીવાથી માથાનાં દુઃખાવામાં રાહત મળે છે. પીવાના પાણીમાં તુલસીના પાન નાંખી તેને ઊકાળી ઠંડું કરી પીવાથી તે પાણી બેક્ટેરિયા મુક્ત બની કુદરતી રીતે ફિલ્ટરનું કામ કરે છે અને કમળો,ટાઈફોઈડ જેવાં પાણી જન્ય રોગોથી બચાવે છે.ઘરની આસપાસ તુલસીનાં છોડ ઉગાડવાથી વાતાવરણ જતું મુકત અને વાઈરસ મુક્ત બને છે.દેશી ગાયના અળાયા છાણાં સાથે તુલસીના પાનનો ધૂપ કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ દૂર થાય છે.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રોજ સવારે તુલસીના છોડમાં જળાભિષેક કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને બરકત જળવાઈ રહે છે. તુલસીનો છોડ વાતાવરણમાં પોઝિટિવ એનર્જી પ્રસરાવે છે.એને કારણે તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે.

જીવનમાં હાસ્યનું મહત્વ...

  હાસ્ય એ માણસના વ્યક્તિત્વને નીખારે છે.આકર્ષક અને ઉમદા બનાવે છે. હાસ્ય જીવનમાં અત્યંત જરૂરી છે. સુખ દુઃખ એ જીવનનો એક ભાગ છે. સુખમાં મનુષ્ય હાસ્યની છોડો ઉડાવે છે જ્યારે દુઃખમાં રડમસ ચહેરે બેસી રહે છે. પરંતુ આ બંને પરિસ્થિતિમાં જે હાસ્યને છોડતો નથી એ જ ખરી જિંદગીની મજા માણે છે. હાસ્ય જીવન જીવવાની શક્તિને રસાળ બનાવે છે. છોકરા છોકરીનું એક જ સ્મિત ઘણીવાર પ્રેમનું કારણ બની જતું હોય છે. જીવનની દરેક પરિસ્થિતિમાં હાસ્ય સાથે જીવનાર માણસ ગમે તેવા સંઘર્ષને પણ પાર પાડી શકે છે. મનુષ્ય આજના ભૌતિક સુખ સગવડ પાછળ એટલો બધો ઘેલો બન્યો છે કે, હસવાનું જ જાણે ભૂલી ગયો છે. પરિણામે ના છૂટકે હાસ્ય યોગા ક્લાસીસમાં ડોક્ટરની સલાહથી જવાનું ચાલુ કરે છે. હસવું એ કુદરતનું વરદાન છે એના માટે ક્લાસીસની જરૂર નથી.જે માણસ પોતાની નિષ્ફળતા પર હસી શકે છે તે જ ખરો દરિયા દિલ માણસ છે.                              ગુસ્સાવાળો ચહેરો લઈને ફરનાર વ્યક્તિ ક્યારેય આકર્ષક લાગતો નથી. અતિક્રોધ એ મનુષ્યના આયુષ્ય ને ઓછું કરનાર છે. કોઈપણ સંજોગોમાં મનને ...

Relax life/રીલેક્સ લાઈફ...

 જો તમારે લાબું અને આરોગ્યમય જીવન જીવવું હોય તો રીલેક્સ લાઈફ સ્ટાઈલ શીખી જ લેવી પડશે. પોતાના માટે સમય ફાળવવો જ પડશે.રીલેક્સ જીવન જીવવાનાં આ રહ્યાં કેટલાંક ઉપાયો.  (1) નવરાશની પળોમાં તમને ગમતી પ્રવૃત્તિ કરો. (2) વીકએન્ડમાં ભરપૂર એન્જોય કરો.  (3) સવારે હર્બલ ચાની ચુસ્કી લેતાં લેતાં ન્યુઝ પેપરની હેડલાઇન વાંચો.  (4) ચાલવા જાવ,યોગ કરો,પ્રાણાયામ કરો,હળવી કસરત કરો.  (5) ટીવી જુઓ,મનપસંદ પુસ્તક વાંચો,ફિલ્મ જુઓ,ગીતો સાંભળો,મનપસંદ ભોજન કરો.  (6) શાંતિથી અડધા કલાક સુધી હળવા ગરમ પાણીથી સ્નાન કરો. (7) જીવનને ઉત્સવની જેમ ઉજવો. (8) પ્રામાણિક અને સત્યનિષ્ઠ બનો.  (9) કિચન ગાર્ડનિંગની પ્રવૃત્તિ કરો.  (10)  મિત્રોને ફોન કરો.બે ઘડી તેમની સાથે વાત કરો.  (11) સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળો.  (12) જંગલમાં ફરવા જાવ,પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો.  (13) સહપરિવાર નજીકના રમણીય સ્થળે ફરવા જાવ. (14) પરિવાર સાથે સમય વિતાવો. 

Canakya nitina ketalank sutro/ ચાણક્ય નીતિનાં કેટલાંક સૂત્રો ભાગ-2

 (17) ભૂખના જેવો બીજો કોઈ શત્રુ નથી.ખાવા ન મળે તો કોઈ જીવ જીવી શકે નહીં.ભૂખ લાગે ત્યારે ખાવું જ જોઈએ.  (18) નિર્ધન માણસની એની પોતાની પત્ની પણ અવજ્ઞા કરતી હોય છે.કારણ કે ઘરનું પોષણ કેવી રીતે કરવું એની ચિંતા પત્નીએ કરવાની રહે છે. (19) નીચ માણસ પાસે વિદ્યા લેવા જવું નહીં.તે ગમે તેવો શિક્ષિત હોય પણ એની વૃદ્ધિ ખરાબ હોય તો એવા ની પાસે જઈ વિદ્યા લેવાની મનાઈ સૂચવાય છે.  (20) ભલે કુળવાન ન હોય,પણ જો વિનીત-શિક્ષિત-સંસ્કારી હોય તો કુલિન કરતાં પણ વિશિષ્ટ બની રહે છે. (19) ઝેરમાંથી જો અમૃત મળતું હોય તો એ સ્વીકારવું.ગુણદર્શી થવા સાથે પારકાના ઉત્તમ ગુણો સ્વીકારવામાં દોષ નથી.  (20) આળસુ માણસ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકતો નથી.  આળસુ માણસની જડતા એને કોઈ પણ જાતનું સત્કર્મ કરવા પણ દેતી નથી.વાસ્તવિક રીતે બુદ્ધિએ પણ એ જડ બની રહ્યો હોય છે.  (21) કદી લુચ્ચાઈને પડખે જવું નહિ.શઠ-ખળ-લુચ્ચો એવો માણસ તદ્દન અધમ કોટિનું સ્થાન સાચવનાર છે.લોકો આવા માણસોનો વિશ્વાસ ન કરે એમ આ સૂત્ર કહે છે.  (22) દુર્જન લોકોની સાથે ભાગીદારી રાખવી નહિ.જો દુર્જનને રવાડે ચડ્યા તો આપણે પણ લોકોની નજરમાં દુર્જન ગણા...

Ayurveda/આયુર્વેદ...

         આયુર્વેદ એ ઋગ્વેદ અને અથર્વવેદનો ઉપવેદ ગણાય છે. આયુર્વેદને આપણે ભારત દેશનું પ્રાચીન મહાન વિજ્ઞાન ગણી શકીએ.આયુર્વેદ એ એવો જ્ઞાન ભંડોળ છે કે જેનું જ્ઞાન વિશાળ સમુદ્રના ખારા જળને મીઠું મધુર સ્વાદિષ્ટ બનાવી ગાગરમાં ભરી ઘરે ઘર સુધી પહોંચાડી શકાય તેવું અમૂલ્ય છે.           આપણા ઋષિમુનિઓનો અમર વારસો એટલે આયુર્વેદ. આયુર્વેદ એ હજારો વર્ષોના અનુભવથી રચાયેલ ચિકિત્સા શાસ્ત્ર છે અને જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર વિશિષ્ટ વિજ્ઞાન છે. રોગને જળમૂળથી દૂર કરે છે. સાધ્ય રોગોને શોધન,સમન કે પથ્ય પદ્ધતિથી નિવારે છે. તેના ઔષધો સર્વત્ર સહેલાઈથી મળી શકે છે. વધુમાં તે હિતકર છે. સસ્તા અને નિર્દોષ છે. કોઈપણ જાતની આડઅસર વગરના છે. આયુર્વેદ શરીર બંધારણના ભોગે નહીં પણ બંધારણના રક્ષણ કરી રોગોને નિવારે છે. આયુર્વેદમાં આપેલ ઉપાયો,નિયમો,ઉપચારો સામાન્ય માણસને અનુકૂળ આવે તેવા છે.           આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિએ તન મનથી સંપૂર્ણ સ્વસ્થ રહી સો. વિશાણુ છે તેમ માનવાને બદલે વાત,પિત, કફ એ ત્રણે દોષોની વિષમતા મુખ્ય કારણ...

Chankya Nitina Ketalank sutro bhag-1/ચાણક્ય નીતિનાં કેટલાંક સુત્રો ભાગ-1

 (1) બીજાના ધનને પચાવી પાડવામાં કેવળ સ્વાર્થ હોય છે, જે નિંદ્ય છે. સ્વાર્થીઓ પારકાનું ધન પચાવી પાડતા હોય છે,જે પ્રામાણિક કર્મ નથી.  (2) સંપત્તિ મેળવવાના વિષયમાં શત્રુનો વિશ્વાસ ન કરવો. શત્રુએ શત્રુ જ છે. (૩) ચોક્કસ પ્રકારનો સંબંધ જ અધીન છે.તવંગરની ખુશામત કરવા સૌ જાય છે,જ્યાં દરેકને કાંઈ અને કાંઈ મેળવી લેવાનો જ હેતુ હોય છે. (4) નીચને દરેક વ્યક્તિએ પોતાના વિચારો જણાવવા નહીં જણાવવામાં આવે તો એનો અનર્થ કરી પજવ્યા કરશે.  (5) નીચ લોકોનો વિશ્વાસ કરવો નહીં.વિશ્વાસ કરવાથી ક્યારેય એ લોકો આપત્તિમાં નાખે કહી શકાય નહીં.  (6) સારી રીતે સન્માન કરવામાં આવે તો પણ દુર્જન માણસ પીડા કરે જ છે. એટલે દુર્જનથી દૂર રહેવું એ હિતાવહ છે.  (7) ચંદન વગેરે વૃક્ષોને પણ દાવાનળ બાળી જ નાખે છે.દુર્જનો સજ્જનોને પજવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે.  (8) વ્યક્તિ સદાચારી હોય તો એ સદાચાર શત્રુ ઉપર વિજય મેળવે છે સદવર્તન બધાં જ કષ્ટોમાંથી ઉગારી લે છે.  (9) બુદ્ધિહીનને મિત્ર હોતો નથી.વિચારશક્તિ જ જેની પાસે નથી તેનો મિત્ર થાય પણ કોણ બેવકૂફ માણસનો કોઈ વિશ્વાસ ન કરી શકે.  (10) મૂર્ખાઓમાં વગર વિચાર...

આંખોની કાળજી કઈ રીતે લેશો...

  આંખો એ આપણા શરીરનું રતન સમાન મૂલ્યવાન અંગ છે.એની વિશેષ કાળજી લેવી એ દરેક વ્યક્તિની અંગત ફરજ છે.તો ચાલો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે આખોનું જતન કઈ રીતે કરવું તેની માહિતી મેળવીએ...  (1) દિવસમાં પાંચ-છ વાર આંખોને સ્વચ્છ ઠંડા પાણીથી હળવી છાલક મારીને ધોવી જોઈએ.  (2) પ્રોટીન અને વિટામિન યુકત આહાર લેવો.  (3) ઓર્ગેનિક વેજીટેબલ્સ અને  ફ્રુટ્સનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરવો. (4) તીખાં અને મસાલેદાર ખોરાકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો લેવો. (5) ટીવી સમપ્રમાણ ડિસ્ટન્સ રાખીને જોવું.  (6) કોમ્પ્યુટર સ્ક્રીન સામે લાબાં સમય સુધી બેસવાનું થાય તો પણ તેમાંથી સમય કાઢીને એક મિનિટ સુધી નજરને બીજે ઠેકાણે નજર સ્થિર કરવી. (7) ત્રિફળા (આમળા બહેડાં અને હરડે) ચૂર્ણને આખી રાત પાણીમાં પલાળી રાખી સવારે એ પાણીને સ્વચ્છ કપડાંથી ગાળીને એનાં વડે આંખો ધોવી. (8) શિયાળામાં સવારે ઝાકળ વાળા ઘાસમાં ખુલ્લાં પગે ચાલવું. (9) આંખોને હાથો વડે દબાણ આપીને ક્યારેય ચોળવી  નહીં. (10) બહાર બાઈક લઈને ફરવા નીકળો ત્યારે હંમેશા ગોગલ્સ કે હેલમેટ પહેરવાનું રાખો જેથી આંખોમાં ધૂળ વગેરે જવાનો ખતરો ઓછો રહે. (11)...

Organic Kitchen Gardnig Tips/ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ ટિપ્સ..

  સાંપ્રત સમયમાં ટામેટાં સહિત વિવધ શાકભાજીઓના ભાવો ટોચની સપાટીને આંબી ગયા છે ત્યારે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગના કોન્સેપ્ટને ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. માત્ર જરૂર છે થોડો સમય ફાળવવાની. પોતાના ઘરે ઓર્ગેનિક કિચન ગાર્ડન ઊભું કરીને તમે પણ ઢગલે-ઢગલા ફ્રેશ વેજીટેબલ્સ અને ફ્રુટ્સ નું ઉત્પાદન કરી શકો છો અને તમારા પરિવારનું આરોગ્ય સાચવી શકો છો.                આજે રોજેરોજ જથ્થાબંધ વિવિધ શાકભાજ માર્કેટમાં ઠલવાય છે.પરંતુ શું આ શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે? મારો જવાબ છે. "ના" કારણકે આ તમામ શાકભાજીઓમાં ભરપૂર માત્રામાં રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.જે આરોગ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ રહ્યું છે.               હૃદયરોગ,કેન્સર,ડાયાબિટીસ વગેરે જેવા ગંભીર રોગો થવાનાં અનેક કારણો માંથી રસાયણ યુક્ત શાકભાજીઓ સૌથી મોટું કારણ છે.અને તેમ છતાં એ આરોગવામાં આપણે જરાપણ હિચકિચાહટ અનુભવતા નથી. એનું મખ્ય કારણ એ છે કે, આપણે આપણું પોતાનું કિચન ગાર્ડન બનાવવા માગતાં નથી. એનાં માટે સમય ફાળવવા માગતાં નથી.જો...

Garam Panithi Snan Karavana Fayada/ગરમ પાણીથી સ્નાન કરવાનાં ફાયદા...

 મિત્રો,આજે આપણે જાણીશું ગરમ પાણી એટલે કે, નવશેકા-હૂંફાળા પાણીથી સ્નાન કરવાનાં લાભો વિશે...  (1) થાક દૂર થાય છે.  (2) શરીર ફ્રેશ થઈ જાય છે. (3) આળસ દૂર થાય છે.  (4) શરીર તાજગી અનુભવે છે. (5) રક્તનું પરિભ્રમણ નિયમિત થાય છે. (6) શરીરની ત્વચાના રોમ છીદ્રો ખુલી જાય છે અને શરીર તાજું અને યુવાન દેખાય છે.  (7) વાળને સ્ટીમ મળે છે. (8) માનસિક તણાવ દૂર થાય છે.  (9) વિચારો પોઝિટિવ બને છે.  (10) કેસુડાના ફૂલ,કડવા લીમડાનાં પાન,નીલગિરીનાં પાન, અરડૂસીનાં પાન,તુલસીનાં પાન સરગવાના પાન જેવી હર્બલ ઔષધીઓ પાણીમાં નાંખી તેને બરાબર ઉકાળીને શરીર સહન કરી શકે તેટલું નવશેકું રાખી તેનાં વડે સ્નાન કરવામાં આવેતો તે ત્વચાની એલર્જી,તાવ પછીની વીકનેસ,શરદી-ખાંસીમાં રાહત આપે છે.અને શરીરને તાજગી બક્ષે છે.  (11) વધુ પડતું ગરમ પાણી શરીર માટે નુકસાન કારક હોવાથી સ્નાન કરતી વખતે હુંફાળું નવશેકું પાણી રાખવું.

Chalvana Fayada/ચાલવાના ફાયદા...

 મિત્રો,નિયમિત ચાલવું કે વોકિંગ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.નિરોગી રહીને લાબું જીવન જીવવા માટે દરરોજ 30 મિનિટનું વોકિંગ કરવું જોઈએ. નિયમિત ચાલવાથી નીચે મુજબના ફાયદા થાય છે.  (1) નિયમિત ચાલવું હૃદય માટે ફાયદાકારક છે.  (2) હાડકાં મજબૂત બને છે.  (૩) માંસ પેશીઓ મજબૂત થાય છે.  (3) વધારાની કેલેરી બર્ન થાય છે.  (4) બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.  (5) કુદરતી રીતે વજન ઘટાડી શકાય છે.  (6) કોલેસ્ટ્રોલ પ્રમાણ ઘટે છે. (7) શરીરમાં રક્તનું પરિભ્રમણ સારી રીતે થાય છે. (8) શરીરને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળે છે.  (9)  સવારે કુમળા તડકામાં ચાલવાથી શરીરમાં વિટામીન "ડી" પૂરતાં પ્રમાણમાં જળવાઈ રહે છે.  (10) શિયાળામાં સવારે ઝાકળ યુક્ત ઘાસમાં ચાલવાથી આંખોની રોશનીમાં વૃદ્ધિ થાય છે અને ચશ્માના નંબરોમાં ફાયદો થાય છે.  (11) પ્રકૃતિ કે કુદરતના સાનિધ્યમાં ચાલવાથી માનસિક          તણાવ દૂર થાય છે. (12) વહેલી સવારે વોકિંગ કરવું હેલ્થ માટે ફાયદા કારક રહે છે. (13) નિયમિત અને નિયમ પ્રમાણે ચાલવાથી આયુષ્ય વધે છે. (14) શરીરના અંગોને...

સુખ સ્વયંમાં શોધો એ ત્યાં જ પડેલું છે...

    ધ્યાન એ ઈશ્વર પ્રાપ્તિની સૌથી નજીકની સ્થિતિ છે. ધ્યાનની સ્થિતિ સુખના પ્રદેશમાં વિહાર કરાવવા માટે સક્ષમ છે. માણસ પાસે દરેક વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં જો સુખ ન હોય તો એ તમામ વસ્તુઓ નગણ્ય બની જાય છે. જીવનમાં શાંતિ એ સુખની ભૂમિકા બંધનારી સ્થિતિ છે. જે માણસ સંતોષ પ્રાપ્ત કરે એને સુખ અને શાંતિ આપોઆપ પ્રાપ્ત થાય છે. સંતોષી માણસ હંમેશા સુખી રહે છે જ્યારે અસંતોષી અને ઈર્ષાળુ માણસ ક્યારેય સુખનો અનુભવ કરી શકતો નથી.સુખ અને શાંતિ મનુષ્યના આસપાસના વાતાવરણમાં જ રહેલી છે. બસ એને શોધવાની તમન્ના હૃદયમાં હોવી જોઈએ.                              કુટુંબ સાથે ઓછા બજેટમાં પણ આનંદથી રહેતો માણસ સુખી છે. જ્યારેેેેેે અત્યંત ધનવાન માણસ પણ કુટુંબ સાથે ઝઘડાળું બનીને રહેતો હોય તો તે બધું જ હોવા છતાં પણ દુઃખી છે. સુખ શોધવાની આવડત દરેક મનુષ્યને કુદરતે આપી જ હોય છે પરંતુ બધાને જ એ આવડતનો ઉપયોગ કરતા આવડતો ન હોય મોટાભાગના લોકો દુઃખનો અનુભવ કરતા હોય છે.                પ્રકૃતિના સાનિધ્યમાં ...

Yogasan/યોગાસન કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની સૂચનાઓ...

  ભારતમાં યોગની શરૂઆત હજારો વર્ષ પહેલા થઈ હતી. "યોગાસન" શબ્દ બે શબ્દોનો બનેલો છે. "યોગ"અને "આસન." યોગાસનનો અભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત અને મજબૂત બને છે. તેનાથી મનની એકાગ્રતા પણ વધે છે અને શરીર જુદા જુદા રોગોથી મુક્ત થાય છે.            યોગાસન કરતાં પહેલાં ધ્યાનમાંં રાખવા જેવી અગત્યની સૂચનાઓ...    (1) આસનો સ્વચ્છ અને શાંત વાતાવરણમાં જ કરવા    જોઈએ.હવાની અવરજવર હોય તેવો ખંડ, ખુલ્લુ મેદાન, બગીચો અથવા નદી કે તળાવ પાસે નો વિસ્તાર એ ઉત્તમ સ્થાન છે.  (2) બેસવા માટે સાદડી,જાજમ,ચાદર,રબરની મેટ્રેસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે એ વસ્તુ જેના પર લપસી જવાય એવી ના હોવી જોઈએ અને તે ગરમી અને વીજળીના વહનનો પ્રતિકાર કરી શકે એવી હોવી જોઈએ.  (3) સવારે વહેલા ઉઠો અને માત્ર પેટ સાફ કરીને તરત આસન કરો. તમારી અનુકૂળતા પ્રમાણે આસન કરતા પહેલા કે પછી સ્નાન કરી શકાય.  (4) આસન સવારે કરવા જોઈએ અથવા જમ્યાના ઓછામાં ઓછા ત્રણ ચાર કલાક પછી કરવા જોઈએ. આસન કરવા માટેનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે.  (5) આસન કરત...

વર્ષાઋતુ અને આરોગ્યની કાળજી...

       મિત્રો,વરસાદની મોસમ જામી ચૂકી છે.વર્ષાઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે જે આંખોને હળવાશ અને ઠંડક બક્ષનારુ  હોય છે. પરંતુ તે સાથે વર્ષાઋતુમાં આરોગ્યની કાળજી રાખવી પણ વિશેષ જરૂરી બની જાય છે. તો આવો વર્ષાઋતુમાં આપણું આરોગ્ય સાજું-નરવું રહે તે માટેના કેટલાક આયુર્વેદમાં સૂચવેલા ઉપાયોને ધ્યાનમાં લઈએ. (1) પહેલા ખાધેલો ખોરાક જ્યારે પછી ત્યારે જ જમવું એટલે કે ભૂખ લાગે ત્યારે જ જમવું. (2) ખોરાક હંમેશા તાજો અને ગરમ લેવાનો આગ્રહ રાખો વાસી ખોરાક ટાળો. (3) અનાજમાં જુના ચોખા કે જુના ઘઉંનો ઉપયોગ કરો જે પચવામાં સરળ રહે છે. (4) શાકભાજી કે કઠોળના વઘાર વખતે મેથી,હિંગ,જીરું,લસણ કઢી લીમડો જેવા મસાલાનો ઉપયોગ કરો જે મંદાકિનીને જગાડે છે.  (5) શાકભાજીમાં ભીંડી,દૂધી,તુરીયા વગેરે લેવાનો આગ્રહ રાખો.  (6) પાંદડા વાળી લીલી શાકભાજીઓનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરો અને કરો તો ગરમ પાણીમાં થોડીવાર સાફ કરીને એને ઉપયોગમાં લો.  (7) દેશી ગાયનાં ઘી નો ઉપયોગ જમવામાં કરો તો વધારે સારું. (8) વર્ષાઋતુમાં દહીંનો ઉપયોગ બની શકે તો ટાળો અથવા સવારે લો.રાત્રે આરોગ્ય માટે હિતાવ...

Chomasama Ugati Shakbhajio/ચોમાસામાં ઉગતી શાકભાજીઓ...

    કેમ છો મિત્રો..? એક નવાં બ્લોગમાં આપનું ફરીથી સ્વાગત છે.આજે આપણે વાત કરવાના છીએ ચોમાસામાં ઉગતી શાકભાજીઓ વિષે.આજકાલ ટામેટાં સહિત દરેક શાકભાજીઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે તમે તમારા કિચન ગર્ડનમાં તાજાં લીલાં શાકભાજીઓ જાતે ઉગાડી શકો છો અને એ પણ સંપૂર્ણઓર્ગેનિક પદ્ધતિથી.         ટામેટાં,ભીંડી,દૂધી,કારેલાં,ગલકાં,રીંગણ,પાલક,મેથીની ભાજી તાંદળજાની ભાજી,કોથમીર,કાકડી વગેરે શાકભાજીઓ તમે તમારા કિચન ગાર્ડનમાં અથવા ટેરેસ પર કુંડાઓમાં આસાનીથી ઉગાડી શકો છો.જરૂર છે માત્ર થોડી મહેનતની.          આજનો સમય સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનો છે. એટલે શાકભાજી ઉગાડતી વખતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જતું નાશક દવાઓનો બીલકુલ ઉપયોગ કરવાનો નથી. તમે ઈચ્છો તો પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરી શકો છો.વર્મી કમ્પોસ્ટ આસાનીથી મળી શકે છે.જેનાથી વેજીટેબલ્સ આસાનીથી ગ્રોવ કરી શકે છે. આમ થોડોક સમય ફાળવીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા શાકભાજીઓ તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય પ્રદાન કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી..!    ...

Organic Farming And Kitchen Gardnig/ઑર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ.."

   શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.      આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."        ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.       જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથ...