બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો.
આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.
Comments
Post a Comment