Skip to main content

Healthy lifestyle # હેલ્ધી લાઈફ સ્ટાઈલ

   મિત્રો,શું તમે નિરોગી અને સ્વસ્થ રહીને જીવનનો આનંદ માણવા માંગો છો..? જો હા..! તો આ રહી કેટલીક ટીપ્સ જેને રોજિંદા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરો. 

(1) સવારે વહેલાં ઊઠો.પથારીમાં થોડીવાર રીલેક્સ થઈને બેસો.હાથની હથેળી અને પગનાં તળિયાનાં પોઈન્ટને હાથનાં અંગૂઠા વડે (એક્યુપ્રેશર આપો) દબાવો.

(2) એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં લીબુંનો રસ સમપ્રમાણ મેળવી સવારે પીવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. 

(3) સવારે અડધો કલાક ચાલો. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો.હળવી કસરત,યોગ-પ્રાણાયામ વગેરે કરો. 

(4) કસરત, યોગ-પ્રાણાયામ કર્યા પછી અડધા-પોણા કલાક પછી હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરો. 

(5) સ્નાનાદિ કાર્ય પતાવીને,સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી દશ મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરો.


(6) એક કપ હર્બલ ટી આરામથી પીઓ.સાથે સાત્વિક નાસ્તો કરો. 

(7) સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન લો.ફાસ્ટફૂડ ઓછું અથવા બની શકે તો તેને કાયમી તિલાંજલિ આપો.

(8) નિયમિત અને સમયસર દરેક કાર્યને પૂર્ણ કરતાં શીખો.

(9) હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો.ભ્રષ્ટાચારથી દૂર રહો. 

(10) પરિસ્થિતિ અનુસાર ઢાળવાનો પ્રયત્ન કરો. 

(11) ડિપ્રેશનને ક્યારેય નજીક ન આવવા દો.તેનાંથી દૂર રહેવાની કળા શીખો. 

(12) સારાં  પુસ્તકો,ફિલ્મો અને ગીતો સાંભળો. 

(13) સમય ફાળવી ફરવા જાવ,નવાં નવાં સ્થળોની મુલાકાત લો. 

(14) ફળ,ફૂલ,શાકભાજી વગેરેનો ગાર્ડન તૈયાર કરો. 

(15) ઓફિસનું કામ સમયસર પૂર્ણ કરો. 

(16) સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયને નિહાળો.

(17) મિત્રો સાથે કોઈ સારાં વિષય પર ચર્ચા કરો. 

(18) રમતગમતને પોતાના જીવનમાં સ્થાન આપો. 

(19) ચહેરા પર સ્મિત રાખો. 

(20) ઈશ્વર,બ્રહ્માંડ અને જગતને પોતાની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરો. 


Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.