પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ તેનાં ઔષધીય ગુણો પણ અનેક છે.શરદી,ખાંસી,તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી લાભદાયી સાબિત થાય છે.આયુર્વેદ પ્રમાણે સવારે ઊઠીને તુલસીના પાન ચાવીને હુંફાળુ પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તુલસીના પાન ચામાં નાખીને પીવાથી માથાનાં દુઃખાવામાં રાહત મળે છે. પીવાના પાણીમાં તુલસીના પાન નાંખી તેને ઊકાળી ઠંડું કરી પીવાથી તે પાણી બેક્ટેરિયા મુક્ત બની કુદરતી રીતે ફિલ્ટરનું કામ કરે છે અને કમળો,ટાઈફોઈડ જેવાં પાણી જન્ય રોગોથી બચાવે છે.ઘરની આસપાસ તુલસીનાં છોડ ઉગાડવાથી વાતાવરણ જતું મુકત અને વાઈરસ મુક્ત બને છે.દેશી ગાયના અળાયા છાણાં સાથે તુલસીના પાનનો ધૂપ કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ દૂર થાય છે.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રોજ સવારે તુલસીના છોડમાં જળાભિષેક કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને બરકત જળવાઈ રહે છે. તુલસીનો છોડ વાતાવરણમાં પોઝિટિવ એનર્જી પ્રસરાવે છે.એને કારણે તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે.
મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે. (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે. (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે. (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે. (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે. (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે. (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે. (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે. (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે. (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...
Comments
Post a Comment