(1) બીજાના ધનને પચાવી પાડવામાં કેવળ સ્વાર્થ હોય છે, જે નિંદ્ય છે. સ્વાર્થીઓ પારકાનું ધન પચાવી પાડતા હોય છે,જે પ્રામાણિક કર્મ નથી.
(2) સંપત્તિ મેળવવાના વિષયમાં શત્રુનો વિશ્વાસ ન કરવો. શત્રુએ શત્રુ જ છે.
(૩) ચોક્કસ પ્રકારનો સંબંધ જ અધીન છે.તવંગરની ખુશામત કરવા સૌ જાય છે,જ્યાં દરેકને કાંઈ અને કાંઈ મેળવી લેવાનો જ હેતુ હોય છે.
(4) નીચને દરેક વ્યક્તિએ પોતાના વિચારો જણાવવા નહીં જણાવવામાં આવે તો એનો અનર્થ કરી પજવ્યા કરશે.
(5) નીચ લોકોનો વિશ્વાસ કરવો નહીં.વિશ્વાસ કરવાથી ક્યારેય એ લોકો આપત્તિમાં નાખે કહી શકાય નહીં.
(6) સારી રીતે સન્માન કરવામાં આવે તો પણ દુર્જન માણસ પીડા કરે જ છે. એટલે દુર્જનથી દૂર રહેવું એ હિતાવહ છે.
(7) ચંદન વગેરે વૃક્ષોને પણ દાવાનળ બાળી જ નાખે છે.દુર્જનો સજ્જનોને પજવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે.
(8) વ્યક્તિ સદાચારી હોય તો એ સદાચાર શત્રુ ઉપર વિજય મેળવે છે સદવર્તન બધાં જ કષ્ટોમાંથી ઉગારી લે છે.
(9) બુદ્ધિહીનને મિત્ર હોતો નથી.વિચારશક્તિ જ જેની પાસે નથી તેનો મિત્ર થાય પણ કોણ બેવકૂફ માણસનો કોઈ વિશ્વાસ ન કરી શકે.
(10) મૂર્ખાઓમાં વગર વિચાર્યે મહત્વના કામો કરવાની વૃત્તિ હોય છે.વગર વિચારીએ આવાં કામ કરતા હોઈ નિષ્ફળતા જ મળે છે.
(11) મૂર્ખાઓ મળે તો મૂર્ખાઓની જેમ વાતચીત કરવી.કારણ કે એમને ડાહાપણની પડી નથી તેથી ડાહાપણની વાત કરવી નિરર્થક બની રહે છે.
(12) સત્ય અને દાન નું મૂળ ધર્મ છે. આ બંને પણ નીતિમય જીવનના અંગ છે.
(13) પોતાનો હાથ પણ ઝેર વાળો હોય તો એને કાપી નાખોવો. એમ ન કરે તો એ ઝેર શરીરમાં ફેલાતું રહે અને મોતને ભેટવું પડે.
(14) જેઓનું બધું જ સિદ્ધ થઈ ચૂક્યું છે,કોઈપણ પ્રકારની દ્રવ્ય લાલસા નથી તેઓને મરણનો ભય નથી હોતો ભલે આજે મૃત્યુ આવે કે પછી.
(15) પારકાનું તલ માત્ર દ્રવ્ય ખેંચી જવું નહીં.એ ચોરી જ છે અને સદા નિંદ્ય છે.
(16) યોગ્ય સમય મળતા પોતાની જાત જ મહત્તાનું કારણ બને છે.સારો યોગ મળે તો માણસ નાના કારણથી મોટો થઈ શકે છે.
-અનુ.સૌજ.વિદ્યાવાચસ્પતિ શ્રી.કે.કા.શાસ્ત્રી
Comments
Post a Comment