Skip to main content

Organic Kitchen Gardnig Tips/ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ ટિપ્સ..

  સાંપ્રત સમયમાં ટામેટાં સહિત વિવધ શાકભાજીઓના ભાવો ટોચની સપાટીને આંબી ગયા છે ત્યારે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગના કોન્સેપ્ટને ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. માત્ર જરૂર છે થોડો સમય ફાળવવાની. પોતાના ઘરે ઓર્ગેનિક કિચન ગાર્ડન ઊભું કરીને તમે પણ ઢગલે-ઢગલા ફ્રેશ વેજીટેબલ્સ અને ફ્રુટ્સ નું ઉત્પાદન કરી શકો છો અને તમારા પરિવારનું આરોગ્ય સાચવી શકો છો.

               આજે રોજેરોજ જથ્થાબંધ વિવિધ શાકભાજ માર્કેટમાં ઠલવાય છે.પરંતુ શું આ શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે? મારો જવાબ છે. "ના" કારણકે આ તમામ શાકભાજીઓમાં ભરપૂર માત્રામાં રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.જે આરોગ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ રહ્યું છે.

              હૃદયરોગ,કેન્સર,ડાયાબિટીસ વગેરે જેવા ગંભીર રોગો થવાનાં અનેક કારણો માંથી રસાયણ યુક્ત શાકભાજીઓ સૌથી મોટું કારણ છે.અને તેમ છતાં એ આરોગવામાં આપણે જરાપણ હિચકિચાહટ અનુભવતા નથી. એનું મખ્ય કારણ એ છે કે, આપણે આપણું પોતાનું કિચન ગાર્ડન બનાવવા માગતાં નથી. એનાં માટે સમય ફાળવવા માગતાં નથી.જો તમે ઓર્ગેનિક કિચન બનાવવા માગતાં હો તો આ બ્લોગ તમારા માટે જ છે.આ રહી એ માટેની કેટલીક ટીપ્સ... 

(1) ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ માટે ઘરનાં કમ્પાઉન્ડની જમીનનો 
ઉપયોગ કરી શકાય. 

(2) જો જમીન ન હોય તો તમે ઘરનાં ટેરેસ પર પણ કુંડાઓ લાવીને સરસ મઝાનું કિચન ગાર્ડન બનાવી શકો છો. 

(3) કિચન ગાર્ડનમાં તમે ફ્લાવર, કોબી, બ્રોકલી,પાલક,મેથી, કોથમીર જેવી પાંદડાઓ વાળી શાકભાજીઓ આસાનીથી ગ્રો કરી શકો છો. 

(4) એજ રીતે દૂધી, કારેલાં,ગલકાં,તુરીયા,ચોળી,તુવેર, પાપડી વગેરે જેવી વેલા વાળી શાકભાજીઓ પણ ઉગાડી શકો છો. 

(5) ઓર્ગેનિક કિચન ગાર્ડનમાં તમે ટામેટાં,રીંગણ,મરચાં ગાજર, મૂળા,બીટ,કાકડી જેવી શાકભાજીઓ પણ ઉગાડી શકો છો.

(6) ઓર્ગેનિક શાકભાજીઓ ઉગાડવા માટે સૌપ્રથમ યોગ્ય રીતે માટી તૈયાર કરવી પડે છે.એ માટીમાં વર્મી કમ્પોસ્ટ,કોકોપીટ જેવા પ્રાકૃતિક ખાતરનો જ ઉપયોગ કરવાનો છે. યુરિયા સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરનો જરા પણ ઉપયોગ કરવાનો નથી.

(7) વેજીટેબલ્સને કુદરતી રીતે ગ્રો કરવા દેવા,પ્રાકૃતિક રીતે ઉગેલા શાકભાજી વધુ ગુણકારી હોય છે. 

(8) યોગ્ય માત્રામાં દરેક છોડને પાણી મળી રહે તેની તકેદારી રાખવી.
 
(9) સૂર્ય પ્રકાશ પુરતા પ્રમાણમાં રીતે મળી રહે તેનું વિશેષ ધ્યાન રાખવું.જો જંતનાશકની જરૂર પડે તો ઓર્ગેનિક પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો.

          જો આ રીતે થોડીક મહેનત કરીને તમે પણ મનપસંદ ઓર્ગેનિક કિચન ગાર્ડન ઘરે જ તૈયાર કરી શકો છો. 






Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Organic Farming And Kitchen Gardnig/ઑર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ.."

   શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.      આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."        ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.       જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથ...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...