યોગ અને પ્રાણાયામની જેમ વિવિધ યોગ મુદ્રાઓ પણ શરીર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.આપણી યોગ પરંપરામાં ધ્યાન મુદ્રા,સૂર્ય મુદ્રા, વાયુ મુદ્રા, વરુણ મુદ્રા, પૃથ્વી મુદ્રા,શિવલિંગ મુદ્રા જેવી મુદ્રાઓ પ્રચલિત છે.જેને યોગ-પ્રાણાયામ કરતી વખતે નિયમ અનુસાર કરવાથી શારીરિક સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને માણસને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.તો આવો આવી યોગ મુદ્રાઓ કઈ રીતે કરી શકાય અને તેના લાભો કયા છે તેના વિશે જાણીએ.
1.ધ્યાન મુદ્રા:- dhyan mudra
અંગુઠાને તર્જની (અંગૂઠાની બાજુની આંગળી) અડાડો. દબાણ આપવાની જરૂર નથી. આમ કરવાથી મગજ શક્તિ વધે છે અને અનિંદ્રા તાણ દૂર થાય છે.
2. વાયુ મુદ્રા:- vayu mudra
તર્જનીને વાળીને અંગૂઠા ના મૂળમાં શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અંગૂઠાથી તેને દબાવી રાખો. આમ કરવાથી સંધિવા,પક્ષઘાત,ગઠિયો વા,કંપવા અને રક્ત પરિભ્રમણ માં રહેલી ખામી દૂર થાય છે વધારે સારા પરિણામ માટે આ મુદ્રા કર્યા પછી પ્રાણ મુદ્રા પણ કરવી.
3. શૂન્ય મુદ્રા:- shunya mudra
4. પૃથ્વી મુદ્રા:-prithvi mudra
5. વરૂણ મુદ્રા:-varun mudra
6.સૂર્ય મુદ્રા:-shurya mudra
7.પ્રાણ મુદ્રા:- pran mudra
શિવલિંગ મુદ્રા:- shivling mudra
બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો.
આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.
Comments
Post a Comment