Skip to main content

Yogasan/યોગાસન કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની સૂચનાઓ...

  ભારતમાં યોગની શરૂઆત હજારો વર્ષ પહેલા થઈ હતી. "યોગાસન" શબ્દ બે શબ્દોનો બનેલો છે. "યોગ"અને "આસન." યોગાસનનો અભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત અને મજબૂત બને છે. તેનાથી મનની એકાગ્રતા પણ વધે છે અને શરીર જુદા જુદા રોગોથી મુક્ત થાય છે.
 
         યોગાસન કરતાં પહેલાં ધ્યાનમાંં રાખવા જેવી અગત્યની સૂચનાઓ... 
 
(1) આસનો સ્વચ્છ અને શાંત વાતાવરણમાં જ કરવા    જોઈએ.હવાની અવરજવર હોય તેવો ખંડ, ખુલ્લુ મેદાન, બગીચો અથવા નદી કે તળાવ પાસે નો વિસ્તાર એ ઉત્તમ સ્થાન છે. 

(2) બેસવા માટે સાદડી,જાજમ,ચાદર,રબરની મેટ્રેસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે એ વસ્તુ જેના પર લપસી જવાય એવી ના હોવી જોઈએ અને તે ગરમી અને વીજળીના વહનનો પ્રતિકાર કરી શકે એવી હોવી જોઈએ. 

(3) સવારે વહેલા ઉઠો અને માત્ર પેટ સાફ કરીને તરત આસન કરો. તમારી અનુકૂળતા પ્રમાણે આસન કરતા પહેલા કે પછી સ્નાન કરી શકાય. 

(4) આસન સવારે કરવા જોઈએ અથવા જમ્યાના ઓછામાં ઓછા ત્રણ ચાર કલાક પછી કરવા જોઈએ. આસન કરવા માટેનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે. 

(5) આસન કરતી વખતે હળવા વસ્ત્રો પહેરો. 

(6) આસન નિયમિતપણે કરવા જોઈએ.કોઈ કોઈ વાર કરવાથી તેનો ફાયદો મળતો નથી.


આસન શીખવા માટે તેનો દિવસમાં એક-બે વખત અભ્યાસ કરી શકાય.

(7) યોગાસનનો શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સાથે જોડાયેલા હોવાથી તેનો પ્રથમ વખત પ્રારંભ કરતી વખતે બની શકે તો કોઈ યોગ્ય યોગા ટ્રેનરની સલાહ લેવી જોઈએ અથવા તો ધીરજ રાખીને આપ બળે પણ યોગાસનો શીખી શકાય છે.

Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.