કેમ છો મિત્રો..? એક નવાં બ્લોગમાં આપનું ફરીથી સ્વાગત છે.આજે આપણે વાત કરવાના છીએ ચોમાસામાં ઉગતી શાકભાજીઓ વિષે.આજકાલ ટામેટાં સહિત દરેક શાકભાજીઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે તમે તમારા કિચન ગર્ડનમાં તાજાં લીલાં શાકભાજીઓ જાતે ઉગાડી શકો છો અને એ પણ સંપૂર્ણઓર્ગેનિક પદ્ધતિથી.
ટામેટાં,ભીંડી,દૂધી,કારેલાં,ગલકાં,રીંગણ,પાલક,મેથીની ભાજી તાંદળજાની ભાજી,કોથમીર,કાકડી વગેરે શાકભાજીઓ તમે તમારા કિચન ગાર્ડનમાં અથવા ટેરેસ પર કુંડાઓમાં આસાનીથી ઉગાડી શકો છો.જરૂર છે માત્ર થોડી મહેનતની.
આજનો સમય સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનો છે. એટલે શાકભાજી ઉગાડતી વખતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જતું નાશક દવાઓનો બીલકુલ ઉપયોગ કરવાનો નથી. તમે ઈચ્છો તો પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરી શકો છો.વર્મી કમ્પોસ્ટ આસાનીથી મળી શકે છે.જેનાથી વેજીટેબલ્સ આસાનીથી ગ્રોવ કરી શકે છે. આમ થોડોક સમય ફાળવીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા શાકભાજીઓ તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય પ્રદાન કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી..!
Comments
Post a Comment