મિત્રો,નિયમિત ચાલવું કે વોકિંગ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.નિરોગી રહીને લાબું જીવન જીવવા માટે દરરોજ 30 મિનિટનું વોકિંગ કરવું જોઈએ. નિયમિત ચાલવાથી નીચે મુજબના ફાયદા થાય છે.
(1) નિયમિત ચાલવું હૃદય માટે ફાયદાકારક છે.
(2) હાડકાં મજબૂત બને છે.
(૩) માંસ પેશીઓ મજબૂત થાય છે.
(3) વધારાની કેલેરી બર્ન થાય છે.
(4) બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
(5) કુદરતી રીતે વજન ઘટાડી શકાય છે.
(6) કોલેસ્ટ્રોલ પ્રમાણ ઘટે છે.
(7) શરીરમાં રક્તનું પરિભ્રમણ સારી રીતે થાય છે.
(8) શરીરને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળે છે.
(9) સવારે કુમળા તડકામાં ચાલવાથી શરીરમાં વિટામીન "ડી" પૂરતાં પ્રમાણમાં જળવાઈ રહે છે.
(10) શિયાળામાં સવારે ઝાકળ યુક્ત ઘાસમાં ચાલવાથી આંખોની રોશનીમાં વૃદ્ધિ થાય છે અને ચશ્માના નંબરોમાં ફાયદો થાય છે.
(11) પ્રકૃતિ કે કુદરતના સાનિધ્યમાં ચાલવાથી માનસિક તણાવ દૂર થાય છે.
(12) વહેલી સવારે વોકિંગ કરવું હેલ્થ માટે ફાયદા કારક રહે છે.
(13) નિયમિત અને નિયમ પ્રમાણે ચાલવાથી આયુષ્ય વધે છે.
(14) શરીરના અંગોને કે માંસપેશીઓને નુકસાન થાય તેવી રીતે ઝડપી કે નિયમ વિરુદ્ધનું ચાલવું જોઈએ નહીં.
(15) ચાલવાનું શરૂ કરતાં પહેલાં તમે કોઈ ફિટનેસ ટ્રેનરની કે ડોક્ટરની સલાહ લઈ શકો છો.
Comments
Post a Comment