Skip to main content

આંખોની કાળજી કઈ રીતે લેશો...

  આંખો એ આપણા શરીરનું રતન સમાન મૂલ્યવાન અંગ છે.એની વિશેષ કાળજી લેવી એ દરેક વ્યક્તિની અંગત ફરજ છે.તો ચાલો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે આખોનું જતન કઈ રીતે કરવું તેની માહિતી મેળવીએ... 
(1) દિવસમાં પાંચ-છ વાર આંખોને સ્વચ્છ ઠંડા પાણીથી હળવી છાલક મારીને ધોવી જોઈએ. 

(2) પ્રોટીન અને વિટામિન યુકત આહાર લેવો. 

(3) ઓર્ગેનિક વેજીટેબલ્સ અને  ફ્રુટ્સનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરવો.

(4) તીખાં અને મસાલેદાર ખોરાકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો લેવો.

(5) ટીવી સમપ્રમાણ ડિસ્ટન્સ રાખીને જોવું. 

(6) કોમ્પ્યુટર સ્ક્રીન સામે લાબાં સમય સુધી બેસવાનું થાય તો પણ તેમાંથી સમય કાઢીને એક મિનિટ સુધી નજરને બીજે ઠેકાણે નજર સ્થિર કરવી.

(7) ત્રિફળા (આમળા બહેડાં અને હરડે) ચૂર્ણને આખી રાત પાણીમાં પલાળી રાખી સવારે એ પાણીને સ્વચ્છ કપડાંથી ગાળીને એનાં વડે આંખો ધોવી.

(8) શિયાળામાં સવારે ઝાકળ વાળા ઘાસમાં ખુલ્લાં પગે ચાલવું.

(9) આંખોને હાથો વડે દબાણ આપીને ક્યારેય ચોળવી 
નહીં.

(10) બહાર બાઈક લઈને ફરવા નીકળો ત્યારે હંમેશા ગોગલ્સ કે હેલમેટ પહેરવાનું રાખો જેથી આંખોમાં ધૂળ વગેરે જવાનો ખતરો ઓછો રહે.

(11) સૂર્યનાં સીધાં કિરણો આંખમાં ન પડે તેનું ધ્યાન રાખવું.

(12) નિયમિત યોગ-પ્રાણાયામ અને હળવી કસરત કરવી. 

(13) વાંચતી-લખતી વખતે પૂરતો ઉજાસ હોય તેનું ધ્યાન રાખવું.

(14) આંખને લગતા કોઈપણ રોગમાં હંમેશા આંખનાં ડોક્ટરની સલાહ લેવી.

Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.