Skip to main content

વર્ષાઋતુ અને આરોગ્યની કાળજી...

       મિત્રો,વરસાદની મોસમ જામી ચૂકી છે.વર્ષાઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે જે આંખોને હળવાશ અને ઠંડક બક્ષનારુ  હોય છે. પરંતુ તે સાથે વર્ષાઋતુમાં આરોગ્યની કાળજી રાખવી પણ વિશેષ જરૂરી બની જાય છે. તો આવો વર્ષાઋતુમાં આપણું આરોગ્ય સાજું-નરવું રહે તે માટેના કેટલાક આયુર્વેદમાં સૂચવેલા ઉપાયોને ધ્યાનમાં લઈએ.

(1) પહેલા ખાધેલો ખોરાક જ્યારે પછી ત્યારે જ જમવું એટલે કે ભૂખ લાગે ત્યારે જ જમવું.

(2) ખોરાક હંમેશા તાજો અને ગરમ લેવાનો આગ્રહ રાખો વાસી ખોરાક ટાળો.

(3) અનાજમાં જુના ચોખા કે જુના ઘઉંનો ઉપયોગ કરો જે પચવામાં સરળ રહે છે.

(4) શાકભાજી કે કઠોળના વઘાર વખતે મેથી,હિંગ,જીરું,લસણ કઢી લીમડો જેવા મસાલાનો ઉપયોગ કરો જે મંદાકિનીને જગાડે છે. 

(5) શાકભાજીમાં ભીંડી,દૂધી,તુરીયા વગેરે લેવાનો આગ્રહ રાખો. 


(6) પાંદડા વાળી લીલી શાકભાજીઓનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરો અને કરો તો ગરમ પાણીમાં થોડીવાર સાફ કરીને એને ઉપયોગમાં લો. 

(7) દેશી ગાયનાં ઘી નો ઉપયોગ જમવામાં કરો તો વધારે સારું.

(8) વર્ષાઋતુમાં દહીંનો ઉપયોગ બની શકે તો ટાળો અથવા સવારે લો.રાત્રે આરોગ્ય માટે હિતાવહ નથી.

(9) પાણી ઉકાળીને ઠંડું કર્યા પછી અથવા હુંફાળુ પીવાનો આગ્રહ રાખો. 

(10) જમ્યા પછી મીઠું પાન ખાવ જેનાથી પાચન શક્તિ વધે છે. 

(11) બની શકે તો અઠવાડિયે એકવાર ઉપવાસ કરો. 



Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Organic Farming And Kitchen Gardnig/ઑર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ.."

   શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.      આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."        ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.       જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથ...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...