Skip to main content

Canakya nitina ketalank sutro/ ચાણક્ય નીતિનાં કેટલાંક સૂત્રો ભાગ-2

 (17) ભૂખના જેવો બીજો કોઈ શત્રુ નથી.ખાવા ન મળે તો કોઈ જીવ જીવી શકે નહીં.ભૂખ લાગે ત્યારે ખાવું જ જોઈએ. 

(18) નિર્ધન માણસની એની પોતાની પત્ની પણ અવજ્ઞા કરતી હોય છે.કારણ કે ઘરનું પોષણ કેવી રીતે કરવું એની ચિંતા પત્નીએ કરવાની રહે છે.

(19) નીચ માણસ પાસે વિદ્યા લેવા જવું નહીં.તે ગમે તેવો શિક્ષિત હોય પણ એની વૃદ્ધિ ખરાબ હોય તો એવા ની પાસે જઈ વિદ્યા લેવાની મનાઈ સૂચવાય છે. 

(20) ભલે કુળવાન ન હોય,પણ જો વિનીત-શિક્ષિત-સંસ્કારી હોય તો કુલિન કરતાં પણ વિશિષ્ટ બની રહે છે.

(19) ઝેરમાંથી જો અમૃત મળતું હોય તો એ સ્વીકારવું.ગુણદર્શી થવા સાથે પારકાના ઉત્તમ ગુણો સ્વીકારવામાં દોષ નથી. 

(20) આળસુ માણસ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકતો નથી.  આળસુ માણસની જડતા એને કોઈ પણ જાતનું સત્કર્મ કરવા પણ દેતી નથી.વાસ્તવિક રીતે બુદ્ધિએ પણ એ જડ બની રહ્યો હોય છે. 

(21) કદી લુચ્ચાઈને પડખે જવું નહિ.શઠ-ખળ-લુચ્ચો એવો માણસ તદ્દન અધમ કોટિનું સ્થાન સાચવનાર છે.લોકો આવા માણસોનો વિશ્વાસ ન કરે એમ આ સૂત્ર કહે છે. 

(22) દુર્જન લોકોની સાથે ભાગીદારી રાખવી નહિ.જો દુર્જનને રવાડે ચડ્યા તો આપણે પણ લોકોની નજરમાં દુર્જન ગણાઈએ. 

(23) દુષ્ટ વચનો બોલવાથી કુળને હાનિ પહોંચે છે.ખરાબ વાણી બોલવાથી કુળને લગાવાની સ્થિતિમાં નાખી દે છે. 


Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.