Skip to main content

Depression thi bachavana upayo# ડિપ્રેશનથી બચવાનાં ઉપાયો

   આજકાલ દોડધામ ભરી વ્યસ્ત જિંદગીમાં લોકો ઝડપથી ડિપ્રેશનનો શિકાર બનતાં જાય છે.ડિપ્રેશન એ માણસે જાતે જ ઊભી કરેલી સમસ્યા છે.વધુ પડતું કામ, વધુ પડતી જવાબદારી, થાક, બેચેની, અસંતોષ, ઈર્ષા, અનિયમત જીવનશૈૈલી જેવાં અનેક કારણોને લીધે માણસ ટ્રેસ (તાણ) નો અનુભવ કરે છે.અને એ ટ્રેસ કે તાણ લાબાં ગાળે ડિપ્રેશનમાં ફેરવાઇ જાય છે.જેને પરિણામે વ્યક્તિ હતાશા કે લઘુતાગ્રંથી અનુભવે છે. ડિપ્રેશનથી બચવા સ્વસ્થ જીવન શૈલી અપનાવવી ખુબ જ જરૂરી છે.આ રહ્યાં ડિપ્રેશનથી બચવાના કેટલાંક મહત્વનાં પ્રાકૃતિક ઉપાયો. 

(1) નકારાત્મક વિચારોથી દૂર રહો. 

(2) જવાબદારીથી ભાગવાને બદલે જવાબદારી સ્વીકારતા શીખો. 

(3) સમય સાથે કદમ મેળવીને ચાલો.

(4) કરવાનાં કામોની યાદી બનાવો અને સમયસર કાર્ય પૂરું કરવાનો પ્રયત્ન કરો. 

(5) કોઈપણ ધંધા કે બીઝનેસમાં પૈસાનું આંધળુ રોકાણ ન કરો. 

(6) વધુ પડતું દેવું-કરજ ના કરો. 

(7) બચતનું વ્યવસ્થિત આયોજન કરો. 

(8) પ્રામાણિક અને નિષ્ઠાવાન બનો.

(9) ભૂતકાળને ભૂલો.વર્તમાનમાં જીવો.

(10) સારી ઊંઘ લો.ઓછામાં ઓછું આઠ કલાક ઘસઘસાટ ઊંઘો. 

(11) સાત્વિક ભોજન અને યોગ્ય ડાયટ પ્લાનને ફોલો કરો. 

(12) વ્યાયામ,યોગ્ય,પ્રાણાયામ,ધ્યાનની પ્રક્રિયા નિયમિત કરો.

(13) વિકએન્ડને પરિવાર,મિત્રો સાથે ઉજવો.

(14) જીવનને સરળતાથી જીવવાનો પ્રયત્ન કરો.

(15) શરીરની પ્રકૃતિ પ્રમાણે દરરોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવાનું રાખો. 

(16) જીવનને આનંદ પૂર્વક જીવો.

(17) કેટલોક સમય પ્રકૃતિના સાનિધ્યમાં વિતાવો. 

(18) મનગમતાં પુસ્તકો વાંચો,ફિલ્મ જુઓ,સંગીત સાંભળો. 

(19) જીવનની પ્રત્યેક પળને ઉત્સવની જેમ ઉજવો. 

(20) ઈશ્વરીય તત્વમાં વિશ્વાસ રાખો. 


Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.