Skip to main content

સો વર્ષ (hundred year) જીવવાનો ગુરુ મંત્ર

 મિત્રો,તમે ક્યાંક વાચ્યું હશે,સાંભળ્યું હશે કે,પ્રાચીન સમયમાં આપણા ઋષિ-મુનિઓ ખૂબ લાબું જીવન જીવતાં.સો,દોઢસો વર્ષ જીવવું એમનાં માટે રમત વાત હતી.અને આજનાં સમયમાં લાખોમાં એક વ્યક્તિ શતાયું થાય છે ત્યારે છાપામાં તે સમાચાર બનીને ચમકી જાય છે. કહેવાય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે.પરંતુ જીવન મળ્યા પછી એને વ્યવસ્થિત રીતે જીવીને દીર્ઘાયુ ભોગવવું એ આપણા હાથમાં છે. કોઈપણ માણસ ધારે  તો શતાયું થઈ શકે છે. પરંતુ તેના માટે દ્રઢ આત્મવિશ્વાસની સાથે સાથે રોજિંદા જીવનમાં બદલાવ લાવવો પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે. તો ચાલો જોઈએ શતાયું થવાના કેટલાક નૈસર્ગિક ઉપાયો વિશે.

1.લાબું જીવવાં માટેની જીજીવિષા કેળવો.

"જીજીવિષા"એટલે જીવન જીવવાની ઈચ્છા. સ્વસ્થ અને નીરોગી રહીને લાંબું જીવન જીવવું છે એવો મનમાં દ્રઢ નિશ્ચય કરો અને એના માટેના પ્રયત્નો આદરો.

2. સંતુલિત આહાર.

ઘડપણને જલદી લાવવામાં આહાર મુખ્ય ભાગ ભજવે છે જો તમારો આહાર સંતુલિત નહીં હોય તો ઘડપણ જલ્દી આવશે. સંતુલિત આહાર એટલે જેમાંથી શરીરને બધાં પ્રકારના પ્રોટીન્સ, કેલ્શિયમ,ચરબી, વિટામિન્સ,આર્યન,ફોસ્ફરસ વગેરે તમામ તત્વ મળે તે સંતુલિત આહાર ગણાય. વિવિધ,અનાજ કઠોળ,શાક ભાજી,કંદમૂળ,ફળ,દહીં,દૂધ,ઘી વગેરેનો ઉપયોગ ખોરાકમાં સામેલ હોવો જોઈએ.જેથી શરીરને દરેક પ્રકારની જરૂરિયાતો સંપૂર્ણ પ્રમાણમાં મળી રહે અને એનાથી શરીરના કોષ અને બંધારણની રચનાને પોષણ મળે.જે શરીરને યુવાન અને તરોતાજા રાખે.આમ સંતુલિત આહાર પણ દીર્ઘાયુ થવામાં મદદરૂપ બને છે. 

3.ઉપવાસ.

ઠાંસી ઠાંસી ને ન ખાવું.પેટ ઉપર જરૂરિયાત કરતાં વધારે ભાર ન પડવો જોઈએ.ઓછું ખાવાથી ઉંમર ઘટતી નથી વધારે ખાવાથી ઘટે છે.પેટની પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા બહારથી નહીં; પણ અંદરથી પાચક રસ નીકળતો રહે તે છે.આ પાચકરસને ઉત્તેજન આપવાં  માટે થોડાં થોડાં દિવસોએ ઉપવાસ કરી જઠરને આરામ આપવો જોઈએ.એટલાં માટે જ સંસારનાં બધાં જ ધર્મોમાં ઉપવાસને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી,યહૂદી,જૈન અને બૌદ્ધ ધર્મમાં ઉપવાસને આધ્યાત્મિકતા નું અંગ ગણવામાં આવે છે.જેથી માનવ માત્રની તંદુરસ્તી જળવાઈ રહે અને તે દીર્ઘ જીવી બને. 

4.અતિરેક ટાળો.

આપણે ત્યાં કહેવાયું છે કે, "અતિ સર્વત્ર વર્જયતે.." કોઈપણ વસ્તુનો અતિરેક ટાળતાં શીખો.નિયમાંનુસાર ભોજન લો,માપસર ની ઊંઘ લો,માપસરની કસરત કરો,માપસરનો શ્રમ કરો.વધારે પડતો શરીર પર બોજ પડે તેવું કોઈપણ કાર્ય કરવું જોઈએ નહિ.
નહીં તો સમય પહેલા શરીરમાં ઘસારો લાગવા માંડશે અને શરીર રોગનું ઘર બની જશે.

5. વ્યાયામને શરણે જાવ. 

તંદુરસ્ત અને ફિટ રહેવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. રોજિંદા જીવનમાં વ્યાયામને પોતાના સમયપત્રકમાં સ્થાન આપી દો.સવારે 30 મિનિટ યોગ-પ્રાણાયામ,હળવી કસરત વગેરે માટે ફાળવો.બની શકે તો દરરોજ સવારે અથવા સાંજના સમયે બે કિલોમીટર જેટલું ચાલવાનું રાખો.ચાલવાથી શરીરને દરેક જાતનો વ્યાયામ મળી રહે છે.જેથી શરીરમાં રક્ત પરિભ્રમણની કક્ષા નિયમિત બને છે.

6.પુરતી ઊંઘ લો. 

રાત્રે ઓછામાં ઓછી આઠ થી દસ કલાકની ઘસઘસાટ ઊંઘ ખૂબ જ જરૂરી છે.વહેલાં સુઈને વહેલાં ઊઠવાનો નિયમ રાખો.ક્યારેક પણ સવારે મોડે સુધી પથારીમાં પડી રહેવું નહીં.પક્ષીઓ પણ વહેલાં પોતાના માળા જતાં રહે છે અને મળસકે વહેલાં ઊઠી જાય છે.ઊંઘની બાબતમાં પક્ષીઓનાં નિયમને ફોલો કરો. 

7.મનગમતી પ્રવૃત્તિ કરો. 

દરેક રોજિંદા કામની સાથે સાથે પોતાની મનગમતી પ્રવૃત્તિ, પોતાના શોખને પણ પ્રાધાન્ય આપો.સારાં પુસ્તકો વાંચો,સંગીત સાંભળો,ફિલ્મ જુઓ,બાગકામ કરો,ફરવાં જાવ,મિત્રોને મળો. ગમતી પ્રવૃત્તિઓ કરવાથી તણાવ દૂર થાય છે.તણાવ લાંબા આયુષ્યને અવરોધવાનું કામ કરે છે. 

8.ફાસ્ટ ફૂડ બંધ કરો. 

બજારમાં મળતાં ફાસ્ટફૂડ સદંતર બંધ કરી દો અથવા તો મહિનામાં એકાદ વખત લો.રેડીમેડ નાસ્તા શરીર માટે ખૂબ જ હાનિકારક છે.જઠરને નબળું પાડનાર હોય તેનાથી દૂર રહો.ઘરે બનાવેલાં નાસ્તાનો જ ઉપયોગ કરો. 

9. વ્યસનને તિલાંજલી આપો. 

કોઈ પણ જાતનાં હાનિકારક વ્યસનથી દૂર રહો. બીડી, સીગારેટ, 
તમાકુ-ગુટકા  વિવિધ ઠંડા પીણાં અને શરાબને કાયમી તિલાંજલી આપો.

10.પ્રકૃતિ તરફ પાછા વળો.

ભૌતિક વસ્તુઓ તરફની દોટ માણસને પ્રકૃતિથી જાણે વિખુટા પાડી રહી છે.પોતાની સુખ સુવિધા માટે માણસ જંગલ, નદીઓ, પશુ-પક્ષીઓનું નિકંદન કાઢી રહ્યો છે.ગામડાંઓ ભાંગીને શહેરોમાં પરિવર્તન પામી રહ્યાં છે.આને પરિણામે પ્રદુષણનું પ્રમાણ વાતાવરણને ભયજનક રીતે પ્રદુષિત કરી રહ્યું છે.હવા પ્રદુષણને રોકવા અઢળક વૃક્ષો ઉછેરવાં પડશે.કુદરતી વાતાવરણ આયુષ્યને વધારનાર છે.માટે પ્રકૃતિ તરફ પાછા વળવું અનિવાર્ય છે. 

11.ઉપસંહાર.

આમ,લાંબુ આયુષ્ય ભોગવવાની દ્રઢ ઈચ્છા શકિત સાથે ઉપરોક્ત મુદ્દાઓને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરશો તો જરૂર નિરોગી રહી સો વર્ષનું દીર્ધાયુ ભોગવશો એમાં કોઈ શંકાને સ્થાન નથી. 

Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Organic Farming And Kitchen Gardnig/ઑર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ.."

   શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.      આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."        ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.       જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથ...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...